Digital Taluka
" The Village Computer Operator witnessed a significant increase in income as their services and contributions to the community continued to grow."
Sunday, May 18, 2025
Monday, March 31, 2025
🌐 Digital Taluka વેબસાઇટ વિશે માહિતી 🌐
🌐 Digital Taluka વેબસાઇટ વિશે માહિતી 🌐
📌 પરિચય
Digital Taluka વેબસાઇટ ખાસ કરીને Village Computer Entrepreneurs (VCE) અને Talati Cum Mantri માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તેમનું વહીવટી કાર્ય સરળ અને ઝડપી બને.
🎯 હેતુ
આ વેબસાઇટનો મુખ્ય હેતુ મેન્યુઅલી ભરાતાં હસ્તલિખિત ફોર્મ્સ ની જગ્યાએ કમ્પ્યુટર પ્રિન્ટેડ ફોર્મ્સ પૂરા પાડવાનો છે. આના કારણે:
- ✔️ અરજદારો માટે પ્રક્રિયા સરળ અને જડપી બને છે.
- ✔️ તલાટીઓ માટે ફોર્મ ચકાસણી અને સ્વીકાર પ્રક્રિયા ઝડપથી થઈ શકે.
- ✔️ ગામસ્તરે આવશ્યક દસ્તાવેજો ઝડપથી ઉપલબ્ધ થાય.
"Digital Gujarat" દાખલા કાઢી આપે છે જ્યારે "Digital Taluka" તેના માટેની અરજીઓ online અને ડિજિટલ સ્વરૂપે કરી આપે છે. આ સિવાય, ગ્રામ પંચાયતના લેટરહેડ, ઠરાવ અને પ્રમાણપત્રો પણ ઝડપી બનાવી શકાય છે.
🛠️ ઉપયોગની પ્રક્રિયા
1️⃣ નોંધણી પ્રક્રિયા 📋
- 🔹 "Registration" બટન ક્લિક કરો
- 🔹 Form ભરો
- 🔹 WhatsApp પર સંદેશ મોકલો
- 🔹 3 દિવસ માટે ડેમો એક્સેસ મળશે
2️⃣ ફોર્મસ ડાઉનલોડ અને પ્રિન્ટ કરવી 🖨️
- 📝 "Application and Print" પેજ પર જાઓ
- 📝 ત્યાં તમને એટીવીટી, ગ્રામપંચાયત, રેશનકાર્ડ, લગ્ન સબંધિત બટન દેખાશે. જેના ઉપર ક્લિક કર્તા તેમાં રહેલ સેવાઓનું લિસ્ટ ખુલશે. જે સેવાની જરૂર હોય ત્યાં ક્લિક કરો.
- 📝 ત્યાર બાદ ID અને Password આપો, ફોર્મ માં માગેલ વિગત ભરો, દરેકની સૂચના આપેલ હશે. * વાળા ફિલ્ડ ફરજિયાત ભરવાના છે. બાકી ઉપલબ્ધ માહિતી મુજબ ફોર્મ ભરી સબમિટ કરો.
- 📝 20 સેકન્ડ પછી નીચે આપેલ PDF જનરેટ થઈ જશે. જેની પ્રિન્ટ કાઢી જરૂરી સહી કરી અરજદાર ને આપી દેવાની રહેશે.
- 📝 જો તમારે તમે મહિના દરમ્યાન કરેલ અરજીઓનું લિસ્ટ જોવું હોય તો "Application and Print" પેજ પર જાઓ ત્યાં "All Report" પર ક્લિક કરો, ID અને Password આપો, ત્યાં તમને કરેલ બધી જ અરજીઓનું લિસ્ટ જોવા મળશે જે તમે ફિલ્ટર પણ કરી શકો.
- 📝 "Download" બટન પર ક્લિક કરી પ્રિન્ટ લો
📑 ઉપલબ્ધ સેવાઓ
- 📂 આવક અને અનામત સંબંધિત સેવાઓ
- 👰 લગ્ન અને દસ્તાવેજ સેવાઓ
- 🍛 રેશનકાર્ડ સંબંધિત સેવાઓ
- 🌾 કૃષિ અને જમીન દસ્તાવેજ સેવાઓ
- 🏠 મિલકત અને વારસાઈ સંબંધિત સેવાઓ
- 📜 જનરલ પ્રમાણપત્ર અને સ્વઘોષણા સેવાઓ
- 🏠 વિધવા અને વાલી હક્ક સંબંધિત સેવાઓ
📞 સંપર્ક માહિતી
વધુ માહિતી માટે +91 9925694333 પર સંપર્ક કરો.
Sunday, April 7, 2024
ઈ-રેશનકાર્ડ (e-ration card) ડાઉનલોડ કરી શકો છો
જો તમે તમારું રેશનકાર્ડ ક્યાંક મૂકી ને ભુલીગયા છો અથવા તો ખોવાઈ ગયું છે તો હવે ચિંતા કરવા ની જરૂર હવે તમે ઈ-રેશનકાર્ડ (e-ration card) ડાઉનલોડ કરી શકો છો અને તમે તમામ મળતા લાભ લઈ શકો છો જો તમારે ઈ-રાશનકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિન્ક હોવો ફરજિયાત છે તોજ તમે આ ઈ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો જેના માટે તમને તમામ વિગત નીચે આપેલી છે
- ઈ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે nfsa.gov.inપર જવું પડશે.
- આ સરકારી સાઈટ ખોલતા જ તમને સાઈટના હોમપેજ પર રેશન કાર્ડનો વિકલ્પ દેખાશે જ્યાં તમને રાજ્ય પોર્ટલ પર રેશન કાર્ડની વિગતો જોવા મળશે.
- સ્ટેટ પોર્ટલ પરના રાશન કાર્ડની વિગતો પર ક્લિક કરતા જ અલગ-અલગ રાજ્યોના નામ દેખાશે.
- ઉદાહરણ તરીકે આપણે ગુજરાત પર ક્લિક કર્યું તો ત્યાંથી સાઇટ તમને તે રાજ્યની ઓફિશિયલ સાઇટ પર લઈ જશે.
- ઈ-રેશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરવા માટે તમારી પાસેથી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી માંગવામાં આવશે જેમ કે રેશન કાર્ડ નંબર, કુટુંબના વડાનું નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ અને રજીસ્ટર મોબાઈલ નંબર.
- આ બધી જરૂરી માહિતી દાખલ કર્યા પછી OTP પ્રાપ્ત આવશે અને OTP દાખલ કર્યા પછી અને તમારું ઈ-રાશન કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે.
Saturday, March 9, 2024
Tuesday, January 16, 2024
મહેસૂલી હિસાબ બંધ સોફ્ટવેર
ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી શ્રી ના કાર્ય પૈકી નું મહત્વનું કામ એટલે હિસાબ બંધ ( વિઘોટી ) અથવા મહેસૂલી વેરો
તલાટી કમ મંત્રી અને VCE ના કામને લક્ષ્ય માં રાખી અમોએ Microsoft Access માં સરળ રીતે એક Database એપ્લિકેશ બનાવી છે જેમાં નીચે મુજબ ના કર્યો થી શકે છે
- નમૂના નંબર -૧૧ જમીન મહેસૂલ
- નમૂના નંબર -૮ક લોકલ ફંડ
- નમૂના નંબર- ૮ ક શિક્ષણ ઉપકર
- નમૂના નંબર ૮ બ
- ડિમાન્ડ રજીસ્ટર
- નમૂના નંબર - ૯-૧૦ (જમીન , લોકલ , શિક્ષણ)
- નમૂના નંબર -૧૧ ની તારીજ (જમીન , લોકલ , શિક્ષણ)
- ચલણ ના બન્ને પાનાં
- ઉપરોક સોફટવેરમાં ખાતા મુજબ સીધી પહોંચની એન્ટ્રી થી શકે છે
- રેગ્યુલર પહોંચ ખતવવાથી ચલણ ના પાનાં પણ ઓટોમેટિક પ્રિન્ટ થી જાય છે .
- દરવર્ષે હિસાબ આગળ ખેચાઈ જાય છે
Monday, January 15, 2024
Digital Taluka ગ્રામ્ય કક્ષાના vce ના આર્થિક વિકાસ માટે છે
Tuesday, January 9, 2024
ડિજિટલ તાલુકો નવા રૂપ માં
આવકના દાખલા તલાટી કમ મંત્રી ઓનલાઇન ફોર્મઆવક ના દાખલા તાલુકા / મામલતદાર ઓનલાઈન ફોર્મબક્ષીપંચ ના દાખલા ઓનલાઈન ફોર્મએસ સી /એસ ટી ઓનલાઈન ફોર્મEWS ઓનલાઈન ફોર્મનોન કૃમિલિયર ઓનલાઈન ફોર્મPM Kishan હપ્તા નહિ પડવાની અરજીપિયત નો દાખલો નમૂનો -૧૬ચતુર્થ સીમા નો દાખલો નમૂનો -૧૬રેશનકાર્ડ નવા નામ ઉમેરવા ઓનલાઈન ફોર્મરેશનકાર્ડ નવા નામ કમી કરવા ઓનલાઈન ફોર્મરેશનકાર્ડ દાવા અરજી ઓનલાઈન ફોર્મરેશનકાર્ડ સુધારા અરજી ઓનલાઈન ફોર્મડુપ્લિકેટ રેશનકાર્ડ અરજી ઓનલાઇન ફોર્મનવું રેશનકાર્ડ અરજી ઓનલાઈન ફોર્મઅલગ રેશનકાર્ડ અરજી ઓનલાઈન ફોર્મલગ્ન નોંધણી ઓનલાઈન ફોર્મ અંગ્રેજી / ગુજરાતીલગ્ન ના ના દાખલ અંગ્રેજી / ગુજરાતી (તલાટી )કોઈપણ ગ્રામ પંચાયતનું લેટરપેડ
Wednesday, January 3, 2024
Digital Taluka એપ્લિકેશનમાં હવે અલગ રેશનકાર્ડ ની અરજી
Digital Taluka એપ્લિકેશનમાં હવે અલગ રેશનકાર્ડ ની અરજી ની શરૂઆર થઈ ગઈ છે . જેના માટે તમારે પત્રક , તલાટી ચેકલીસ્ટ અને રૂબરૂ દાખલો મેન્યુઅલ ભરવાનો રહેશે
Tuesday, January 2, 2024
Digital Taluka: કેવીરીતે થઈ કોમ્પ્યુટરની શરૂઆત
Sunday, December 31, 2023
શા માટે ડિજિટલ તાલુકા ?
હાલના દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ લોકો ને અવાર નવાર આવક , જાતિ , રેશન લાર્ડ માટે ગ્રામ્ય કક્ષા કે તાલુકા કક્ષાએ જવું પડતું હોય છે . હાલ દાખલ તો online નીકળે છે પણ એના માટેના જરૂરી નમૂના કે ફોર્મ લોકો ને વિના મૂલ્યે કચેરી માંથી અથવા તો ઓફિસ ની બહાર જેરોક્ષ વાળ પાસેથી મળી રહે છે જે કોરા હોય છે . મુખ્યત્વે અરજદાર આ ફોર્મ કી રીતે ભરવું તેનાથી અજાણ હોય છે આવડે તેવું ભરે અથવા તો કોરું છોડી દે . આવા સમયે જે કર્મચારી અથવા અધિકારી આ દાખલા કે ફોર્મ માટે અધિકૃત હોય તેને નિર્ણયો લેવામાં તકલીફ રહે છે .
આ બધી મુશ્કેલીઓ નિવારવા માટે આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. રોજિંદા જીવનમાં અવાર નવાર જરૂર પડતાં ફોર્મ ગ્રામ પંચાયત ના વી સી ઈ નવાર આ એપ્લિકેશન દ્વારા ભરી આપવામાં આવે છે. જે pdf સ્વરૂપે તત્કાળ vce ના id માં બની જાય છે તમામ વિગતો ચોક્કસ અને ડિજિટલ સ્વરૂપે હોય કોઈ ક્વેરીનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી માટે લોકોને ઉપયોગી બને છે જ્યારે વી. સી. ઈ ની આવક માં વધારો કરે છે .